તા 9/12ના રોજ સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન અંગે અબડાસાની શ્રી કૂકડાઉ પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
તા 9/12/23 શનિવાર ના રોજ સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ભાષા ના વિકાસ અને સંવર્ધન માટે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાની શાળા શ્રી કૂકડાઉ પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળા ના ધોરણ 6 ના બાળકો એ પ્રવેશિકા નામની તેમજ ધોરણ 7 ના બાળકો એ પ્રદીપિકા તથા ધોરણ 8 ના બાળકો એ પ્રમોદીકા નામની પરીક્ષા આપી હતી. બાળકો માં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ જન્મે તેમજ સંસ્કૃત જન જન ની ભાષા બની શકે તેવો આ ઉત્તમ પ્રયત્ન કુકડાઉ શાળા દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર પરીક્ષાના આયોજન માં શાળા ના આચાર્ય શ્રી મનીષ ભાઈ શાહ અને શિક્ષિકા રવિનાબેન નકુમ નો પૂરતો સહયોગ રહ્યો જ્યારે કેન્દ્ર સંચાલક દેવીદાસ અગ્રાવત દ્વારા સમગ્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદ કાસમછા રીપોર્ટર જખૌ