ભુજમાંથી નશાની હાલતમાં અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર
copy image

ભુજના હ્રદય સમાન ગણાતા હમીરસર નજીક આવેલ લેકવ્યૂ હોટેલની સામે ફૂટપાથ પર નશાની હાલતમાં અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ભારે ચકચાર પ્રસરી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત દિવસે બપોરના અરસામાં લેકવ્યૂ હોટેલની સામે ફૂટપાથ પર અંદાજે 35 થી 40 વર્ષનાં અજાણ્યા શખ્સની લાશ મળી આવેલ હતી. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.