મુન્દ્રાના ચકચારી સોપારી તોડકાંડમાં વચેટિયાના 14 દિવસીય રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
મુંદ્રાના ચકચારી સોપારી તોડકાંડમાં દિલ્હીથી ઝડપાયેલ વચેટિયા શખ્સના 14 દિવસીય રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હોવાથી તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. મુંદ્રાના ચકચારી સોપારી તોડકાંડમાં પોલીસે અગાઉ બે આરોપીઓની અટક કરી હતી. ત્યાર બાદ ચાર પોલીસકર્મી અને વચેટિયા એવા પૂર્વ આઈ.જી.ના સંબંધીને ફરાર જાહેર કરાયો હતો. જે મામલે લૂકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવેલ હતી. આ વચેટિયા શખ્સને દિલ્હીથી ઝડપી પાડવામાં આવેલ હતો. જેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સામે આવેલ છે.