સામખિયાળી-મોરબી બ્રિજ પાસે માર્ગ અકસ્માતમાં 26 વર્ષીય યુવાનનું મોત
copy image

સામખિયાળી-મોરબી વચ્ચે ફાટતા બ્રિજ પર અજાણ્યા વાહનની હડફેટે આવી જતાં 26 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ બ્રિજ પર અજાણ્યા વાહનની હડફેટે આવી જતાં 26 વર્ષીય બાઈકચાલક કિરણનાથ રઘુનાથ નાથબાવા નામના યુવાનનું મોત નીપજયું હતું. મળેલ માહિતી મુજબ આ યુવાન વોંધ તથા ભચાઉ ખાતે સંગત ઓટો ઈલેક્ટ્રિક નામની ગેરેજ ચલાવતો હતો. ધોરીમાર્ગ આસપાસ કોઈ વાહન બગડી ગયું હોવાથી આ યુવાન પોતાના બાઈકથી ત્યાં જઈ વાહન રિપેર કરી રહ્યો હતો. ગત તા. 9/12ના નિકળેલો આ યુવાન પરત ન ફરતાં તેની શોધ કરાતા સામખિયાળી-મોરબી ફાટતા બ્રિજ પાસે તેનું બાઈક અકસ્તમાત ગ્રસ્ત હાલતમાં મળી આવેલ હતું. અકસ્માતમાં ઘાયલ યુવાનને લાકડિયા હોસ્પિટલ લઈ જવામાં આવેલ હોવાનું જણાઈ રહ્યું છે. આ યુવાન પોતાના બાઈકથી જઈ રહ્યો હતો તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં તેનું મોત થયું હતું. પોલીસે આ મામલે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.