આદિપુરમાં પગપાળા જતાં મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ કરાતાં ફરિયાદ નોંધાઈ

આદિપુરમાં પગપાળા જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ કરાતાં આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ આદિપુરના ડી-સી પાંચ વિસ્તારમાં ગત તા. 7/12નાં બપોરના અરસામાં બન્યો હતો.આ મામલે અહીંના પ્લોટનંબર 654માં રહેનાર અરૂણાબેન ગોસ્વામી દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર બનાવના દિવસે ફરિયાદીને કામ હોવાથી તે પોતાની દીકરીના ઘરે ગયેલ હતા. ત્યાંથી પરત આવતા સમયે પાછળથી એક એક્ટિવાચાલક ત્યાં આવ્યો હતો. આ શખ્સે મહિલાના ગળામાં હાથ નાખી રૂા. 40,000ની ચેઈનની ચીલઝડપ કરી તીવ્ર ગતિએ નાસી છૂટ્યો હતો.આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.