કંડલામાં પોતાના જ ટ્રેક્ટરના પૈડાં પોતા પર ફરી વળતા 34 વર્ષીય શખ્સનું મોત
કંડલામાં ટ્રેક્ટર પર મીઠું ભરવા જઈ રહેલ 34 વર્ષીય શખ્સનું પોતાના જ ટ્રેક્ટર તળે આવી જવાથી મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ બનાવ કંડલામાં હનુમાન ઓસરીથી પ00 મીટર દૂર વળાંક નજીક બન્યો હતો. ભૂત બંગલા પ્લોટમાં ટ્રેક્ટર ચલાવીને 34 વર્ષીય રમેશ નામનો શખ્સ મીઠું ભરવા જઈ રહ્યો હતો. તે દરમ્યાન વળાંક પાસે પથ્થરના ઢગલા પર ટ્રેક્ટર ચડાવી દેતાં તે નીચે ફંગોળાઈ જતા તેના જ ટ્રેક્ટરના પૈડા તેના પરથી ફરી વળતાં અકસ્માત સર્જાયો હતો. બનાવમાં ગંભીર રીતે ઘાયલ આ યુવાનને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું.