માંડવી ખાતે આવેલ ધુણઇના બે મંદિરમાંથી 4.18 લાખની તસ્કરી થતાં દોડદામ મચી

માંડવી ખાતે આવેલ ધુણઇ ગામમાં બે મંદિરમાંથી ત્રણ શખ્સોએ મળી કુલ કિ.રૂા. 4.18 લાખના મુદ્દામાલ પર હાથ હાથ સાફ કર્યો હોવાથી ભારે ચકચાર પ્રસરી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત સોમવારના રાતના 12 થી 1.45 વાગ્યાના સમયગાળા દરમ્યાન ત્રણ બુકાનીધારી અજાણ્યા ચોર ઇશમ મંદિરમાં ઘૂસીને ચોરીને અંજામ આપેલ છે. જે તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે વધુ તપાસ કરતાં ધુણઇના સતીમાતાના મંદિર અને ખેતરપાળના મંદિર એમ  બંને મંદિરમાંથી કુલ મળીને રૂા. 4,18,000ના મુદ્દામાલની ત્રણ બુકાનીધારી અજાણ્યા ચોર ઇશમ તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી ચોર ઈશમોને પકડવા વધુ ચક્રોગતિમાન કરતાં છે.