ગાંધીધામની ભાગોળે છરીની અણીએ લૂંટ મચાવનાર બે શખ્સ પોલીસના સકંજામાં

copy image

copy image

ગાંધીધામમાં છરીની અણીએ લૂંટ મચાવાનર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ શહેરની ભાગોળે એક ટ્રકચાલક ઉપર છરી વડે હુમલો કરી રોકડ રૂા. 15,000ની લૂંટ મચાવનારા ત્રણ શખ્સો પૈકી બે ઇશ્મને પોલીસે પકડી પાડી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળેલ માહિતી મુજબ આ ચાલક મોરબી ખાતે પાઉડર ખાલી કરી પરત ગાંધીધામ આવી રહ્યો હતો ત્યારે મચ્છુનગર નજીક સ્મશાન પાસે ગઢવી ટ્રાન્સપોર્ટ નજીક તેણે વાહન પાર્ક કરી પોતે ગાંધીધામ આવી ગયો હોવા અંગે શેઠને મોબાઇલથી જાણ કરી રહ્યો હતો. તે દરમ્યાન સાંજના અરસામાં ત્રણ શખ્સોએ તેના વાહન ઉપર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા. જેમાં ટ્રકના ચાલકને પથ્થર લાગતાં તે નીચે ઊતર્યો હતો. દરમ્યાન નીચે ઊભેલા ત્રણ શખ્સ પૈકી એકએ છરી કાઢી યુવાનનાં માથામાં હુમલો કરી દીધો હતો, અને એક શખ્સે તેના ખિસ્સામાંથી રોકડ રૂા. 15,000 તથા પર્સ, આધાર કાર્ડ વગેરેની લૂંટ કરી બાઇક પર નાસી છૂટ્યા હતા. ઘાયલ ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતો.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 15,000, બાઇક, છરી, મોબાઇલ વગેરે રૂા. 1,05,100નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. ઉપરાંત પોલીસે ત્રીજા શખ્સને પકડવા આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.