ભુજના નાગિયારી નજીક બાઈકની પાછળ બેઠેલા મહિલાનું પડી જવાથી સારવાર દરમ્યાન મોત

dead-body-floor-60202053

copy image

ભુજના નાગિયારી ફાટક નજીક બાઇક પર પાછળ બેઠેલા 29 વર્ષીય મહિલાનું બાઇક પરથી પડી જતાં ગંભીર ઇજાઓના પગલે મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત દિવસે સવારના અરસામાં બન્યો હતો. ગત સવારે 11 વાગ્યાના અરસામાં નાગિયારીના દંપતી બાઈક પર જઈ રહ્યા હતા, તે દરમ્યાન નાગિયારીના ફાટક નજીક બમ્પ આવતાં બાઈકની પાછળ બેઠેલ મહિલા બાઈક  પરથી નીચે પટકાયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ  જવામાં આવેલ હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.