ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં પુત્રએ જ પિતાને આપી જાનથી મારી નાખવાની ધમકી

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં પુત્રએ પિતાને જાનથી મારી દેવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મીઠીરોહરમાં રહેતો એક યુવાન કામધંધો કરતો ન હતો અને ગામમાં આંટાફેરા કરી છરીથી લોકોને ધમકાવતો હતો. જેથી ગત રવિવારે રાતના આ યુવાનના વૃદ્ધ પિતા તેને સમજાવતા તેમની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જેથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે  આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.