ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં કંપની સાથે 24.68 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી

ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં 24.68 લાખની ઠગાઈ થયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોતાની ટ્રાન્સપોર્ટ કંપની માટે ગાડીઓ ભાડે રાખી ટ્રાન્સપોર્ટરો પાસેથી એડવાન્સમાં પૈસા લઇ બાદમાં પોતાની પેઢીમાં જમા ન કરવવામાં આવતા રૂા. 24.68 લાખની વિશ્વાસઘાતની ફરિયાદ  નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર પડાણા નજીક પંચરત્ન આર્કેટ શોપ નંબર 266માં આવેલ કાબા એક્સપ્રેસ પ્રા. લિમિટેડ નામની કંપનીમાં આરોપી ટ્રાફિકિંગ તથા માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો. આ કંપની દ્વારા કોઇ પેઢી માલ મગાવી આપવા ઓર્ડર આપે તો આ કંપની અન્ય ટ્રાન્સપોર્ટરો પાસેથી ગાડીઓ મેળવી તેની વિગતો મેળવી તેમાં માલ લોડ કરાવી અને જે તે કંપનીને મોકલી આપવામાં આવતો હતો. આરોપી શખ્સોએ ટ્રાન્સપોર્ટની ગાડીઓની બિલ્ટી બતાવી અને પોતાની કંપની પાસેથી રૂા. 24,68,320નું એડવાન્સ પેમેન્ટ કરાવેલ હતું અને બાદમાં કંપનીએ આ આરોપીને સામેવાળી પાર્ટીથી પેમેન્ટ લેવાનું કહેતાં તે બહાના કરતો હતો અને સમય પસાર કરતો હતો, બાદમાં તેણે કંપનીના અન્ય કર્મીઓના ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધેલ હતું. આ શખ્સે બ્રોકરોથી મળી ગાડી નહીં લગાવી અને કંપનીની બિલ્ટી બનાવી કંપનીમાં રજૂ કરી  કંપની પાસેથી રૂા. 24,68,320 પડાવી લીધા હતા. આ બનાવ ગત તા. 10-5-2023થી 6-7-2023 દરમ્યાન બન્યો હતો. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધૂ તપાસ હાથ ધરી છે.