માંડવીમાં આધેડ મહિલાને ધોકા વડે માર મારવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

 માંડવીમાં આધેડ મહિલાને ધોકા વડે માર મારવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે કુલસુમબેન ઇકબાલખાન પઠાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી સાથે તેમનો પૌત્ર આંગણામાં રમતો હતો. તે સમયે આરોપીએ આવી અમારી બકરીના બચ્ચા સાથે તમારો પૌત્ર રમે છે તેને લઈ જાઓ.તેવું કહેતા ફરિયાદી તેમના પૌત્રને લઇ આવતા આરોપીએ ભૂંડી ગાળો બોલી ધકબુશટ અને ફરિયાદીને ધોકા વડે માર મારી માર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.