સુરતમાં એક અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો : ચોરનું હ્રદયપરિવર્તન થતાં ચોરી કરેલ બાઇક પરત કરી
સુરતમાં એક અનોખી ચોરીનો કિસ્સો સામે આવી રહ્યો છે. એક યુવાનની બાઇકની ચોરી થતાં બાઈક માલિકે સોશિયલ મીડિયા પર અનોખી પોસ્ટ કરેલ હતી. મળેલ માહિતી અનુસાર બાઈકના માલિકે સોશિયલ મીડિયા પર આરસી બુક અને ચાવી પણ લઈ જજો આ પ્રકારની પોસ્ટ કરી હતી. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે સોશિયલ મીડિયા પર બાઇક માલિકની આ પ્રકારની પોસ્ટ વાંચી બાઈક ચોરનું હૃદય પરિવર્તન થયુ અને ચોરી કરેલ બાઈક ચોર પરત મૂકી ગયો હતો. ચોર પરત ગાડી મૂકી જતા સીસીટીવીમાં કેદ થયો છે. મળેલ માહિતી અનુસાર ચોરી થયાના ચાર દિવસ પછી ચોર બાઇક પરત મૂકવા આવતા સીસીટીવીમાં કેદ થયો હતો.