ભાવનગરમાં એક રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
copy image

ભાવનગર ખાતે આવેલ આડોડીયાવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાથી પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત દિવસે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આડોડીયાવાસના મહાવીરનગરમાં રહેતી એક મહિલા પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનો વેપલો કરે છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી તપાસ હાથ ધરતા ઈંગ્લીશ દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. તેમજ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી મહિલા ફરાર થઈ ગયેલ હતી. પોલીસે બાતમી વળી જગ્યાએથી કુલ કિ. રૂ.4180નો પરપ્રાંતિય શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીને પકડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.