રૂપિયાની લાલચમાં સાધુએ નશાનો કાળો કારોબાર શરૂ કર્યો
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, વડોદરા ખાતે આવેલ સાવલીમાં એક સાધુએ ગાંજાની ખેતી શરુ હતી. 10 વર્ષ અગાઉ સાધુએ દીક્ષા લીધી હતી. તેમાં સાધુ ઘર આંગણે જ ગાંજાનું વાવેતર કરતો હતો. તેમાં રાજસ્થાનના બાંસવાડામાંથી ગાંજો લઈ આવ્યો હતો. માહિતી મળી રહી છે કે, અગાઉ પણ 2 વર્ષ પહેલા આ સાધુ NDPS ના ગુનામાં ઝડપાયો હતો. પૈસા કમાવવાની લાલચમાં આ સાધુએ ગાંજાની ખેતી શરૂ કરી દીધેલ હતી. 10 વર્ષ અગાઉ સાધુએ દીક્ષા લીધી હતી. 52 વર્ષીય આ સાધુ ઘર આંગણે જ ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો. જિલ્લા S.O.G દ્વારા આ સાધુના ઘરે દરોડો પાડી રૂપિયા 64 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.