અંજાર ખાતે આવેલ લુહારિયા પાસેથી 1.3 લાખના દારૂ ભરેલ કાર સાથે બે શખ્સોને અંજાર પોલીસે ઝડપી પાડયા
અંજાર ખાતે આવેલ લુહારિયાના પાટિયા નજીકથી 1.3 લાખના દારૂ ભરેલ કાર સાથે બે શખ્સોને અંજાર પોલીસે ઝડપી પાડયા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ચંદિયા બાજુથી એક દારૂ ભરેલી કાર આવવાની છે. મળેલ બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી અને ત્યારે આ બાતમીવાળી કાર આવતાં તેને રોકવાની કોશિશ કરવામાં આવતા કારના ચાલકે વાહન ઊભું રાખી રિવર્સમાં લેતા ઝાડમાં અથડાઇ હતી ત્યારે પોલીસની ટીમે દોડીને નાસી રહેલા બે શખ્સોને ઝડપી પાડયા હતા. આ કારની તપાસ કરતા તેમાથી કિંમત રૂા. 1,03,500ની 276 બોટલો નીકળી પડી હતી.પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.