CRPF અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ
હાલમાં મળતી માહિતી અનુસાર ઝારખંડના બંદગાંવ વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા ઘર્ષણ થતાં 5 નક્સલવાદીઓ ને ઠાર કરાયા છે. જેમાં ઠાર મરાયેલા નક્સલવાદીઓમાં 2 લાખ રૂપિયાનું ઇનામ હોય તેવા એરિયા કમાન્ડર પ્રભુ સહાયનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત સુરક્ષાદળોએ ઘટના સ્થળેથી ઘાયલ અવસ્થામાં 2 નક્સલવાદીઓની ધરપકડ કરી છે. મરાયેલા નક્સલવાદીઓનાં કબ્જાથી સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં હથિયાર અને દારુગોળો પણ જપ્ત કરેલા છે.