ટ્રકના ચાલકે ત્રણ ભેંસને અડફેટે લેતાં બે નાં મોત નિપજ્યાં તેમજ એક ઘાયલ

ઝારા નજીક ટ્રકના ચાલકે ત્રણ ભેંસને અડફેટે લેતા બેના મોત નિપજ્યાં હતા તેમજ એક ભેંસ ઘાયલ થઇ હતી. આ મામલે નરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સાંજના 5-30 વાગ્યે ઝારા ગામની નજીક બીએસએફની બીઓપી પાસે માર્ગમાં ટ્રકના ચાલકે તેમની ત્રણ ભેંસને અડફેટે લેતા બેના મોત નિપજ્યાં હતા ઉપરાંત એકને ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.