રાપરમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત થતાં બનાવ થયો હત્યામાં તપ્દિલ : પોલીસમાં તપાસનો ધમધમાટ થયો શરૂ
copy image

રાપરમાંથી 22 વર્ષીય યુવાન ઘાયલ હાલતમાં મળી આવેલ હતો જેનું સારવાર દરમ્યાન મોત થતાં આ બનાવ હત્યામાં તપ્દિલ બન્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર રાપર પોલીસ મથકથી 500 મીટર દૂર વિકાસ વાડીના ખંડેર ક્વાર્ટરમાં 22 વર્ષીય ઇસા ઉર્ફે ઇશ્વર લીલા કોળી નામના યુવાન ઉપર જીવલેણ હુમલો કરી આરોપીઓ નાસી છૂટયા હતા. આ બનાવમાં ઘાયલ યુવાનએ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. આ યુવાન ગત તા. 6/12ના વિકાસ વાડીના ખંડેર ક્વાર્ટરમાં ગંભીર રીતે ઘવાયેલ હાલતમાં મળી આવેલ હતો. તેથી આ અંગે તપાસ કરતા આ યુવાન પર અજાણ્યા શખ્સોએ પ્રાણઘાતક બોથડ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. તેને માથામાં – ગળામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આરોપીઓએ આ યુવાનને ગળે ટૂંપો દઇ તેની હત્યા કરવાની કોશિશ કરી હતી.આ યુવાને સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા જેથી આ બનાવ હત્યામાં પલટાયો છે. આ મામલે પોલીસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.