અંજારમાં લગ્ન પ્રસંગના બહાને ચાર કાર ભાડે લઈ જઈ 19 લાખની છેતરપિંડી કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજારમાં લગ્ન પ્રસંગના બહાને ચાર કાર ભાડે લઈ જવામાં આવેલ જે પૈકી ભાડું કે કાર પરત ન કરી 19 લાખની છેતરપિંડી કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજારમાં બે મિત્રોને મારા ઘરે લગ્ન પ્રસંગ હોવાનું કહી તેમની પાસેથી ચાર કાર ભાડે લઇ બાદમાં કારનું ભાડું કે વાહનો પરત ન આપતા શખ્સ સામે રૂા. 19 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ફરિયાદી અને તેનો મિત્ર બંને જણ ચિત્રકુટ સર્કલ પાસે હતા તે દરમ્યાન આ આરોપી ત્યાં આવ્યો હતો. ફરિયાદી અને તેનો મિત્ર ગાડી લેં વેંચ અને ભાડે આપવાનું કામ કરતા હોવાથી આરોપીએ મારા ઘરે લગ્ન પ્રસંગ છે.  માટે ચાર-પાંચ ગાડીની જરૂરીયાત હોવાનું જણાવી અને ભાડુ આપવા માટે કહ્યું હતું. જેથી આ ફરિયાદીએ પોતાની તથા પોતાના ઓળખીતાઓની ચાર કાર આ આરોપીને આપી હતી. વાયદા મુજબ દશ દિવસ બાદ ફરિયાદીએ ભાડુ અને વાહનો પરત માંગતા આરોપીએ સરખો જવાબ આપેલ ન હતો. વારંવાર માંગણી કરવા છતાં પણ ભાડાના પૈસા કે તેમના વાહનો પરત ન આપેલ હોવાથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.