નખત્રાણાના નાની બન્ની વિસ્તારમાં કોઇ હિંસક પ્રાણી દ્વારા બે પશુઓનો થયો શિકાર : આ હિંસક પ્રાણી દીપડો હોવાની શંકા

copy image

copy image

  કચ્છના નખત્રાણા તાલુકાના નાની બન્ની વિસ્તારમાં ગત રાતના બે પશુઓનો શિકાર કોઇ હિંસક પ્રાણીએ કર્યો હોવાનો મામલો સામે આવે રહ્યો છે ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.આ મામલે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આ હિંસક હુમલાના કારણે એક પશુનું મોત થયું હતું ઉપરાંત અન્ય એકને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે મળેલ માહિતી મુજબ  ભુજ- તલના પશુઓ મધ્યરાત્રિના ભાગે સીમાડામાં ચરિયાણ માટે જાય અને પરોઢે વાડે પરત આવી જાય તે મુજબ ગત રાત્રે પણ ગયેલ હતા. પરંતુ ગત રાત્રે ગયેલાં પશુઓમાંથી બે પાડી વાડે પરત ન આવતાં માલધારીઓમાં ચિંતા પ્રસરી હતી. આ મામલે વધુ તપાસ કરવામાં આવતા તલ અને ગેચડા વિસ્તારમાં આવેલા કાંધેલી ડુંગર પાસે એક પાડીનો મૃતદેહ ઉપરાંત અન્ય એક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ હતી. આ બનાવના પગલે આ વિસ્તારમાં કોઈ હિંસક પ્રાણી હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે ત્યારે ડાડોરના માજી સરપંચ ઐયુબભાઇ થેબાએ પણ આ વિસ્તારમાં ગત સોમવારે રાતના અરસામાં જંગલી પ્રાણી જોયાની વાતને સમર્થન આપતાં જણાવેલ કે, દીપડો હોઇ શકે ?આ બનાવના પગલે લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.