સૌથી મોટો ધર્મ એટલે પાડોસી ધર્મ : માધાપરમાં બંધ મકાનના તાળાં તોડી ઘરમાં ઘૂસેલ તસ્કરોને પાડોસીએ દબોચીને પોલીસના હવાલે કર્યા

copy image

copy image

સૌથી મોટો ધર્મ એટલે પાડોસી ધર્મ આ કહેવત સાચી ઠરાવતો એક કિસ્સો ભુજ તાલુકાનાં માધાપરમાં બન્યો છે. જેમાં બંધ મકાનના તાળાં તોડી ઘરમાં ઘૂસેલ તસ્કરોને પાડોસીએ દબોચીને પોલીસના હવાલે કર્યા હતાં. હાલના સમયમાં ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ભુજ તાલુકાનાં માધાપરમાં ગત બુધવારે મોડી રાતના અરસામાં ત્રણ ઈશમો બંધ ઘરના તાળાં તોડી ચોરી કરવાના ઉદ્દેશથી અંદર ઘુસ્યાં હતા. તે દરમ્યાન પડોસીઓએ સતર્કતાથી ચોરી કરવા આવેલ બે શખ્સોને ઝડપી પોલીસને હવાલે કર્યા હતા. જયારે એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહીતી અનુસાર ભુજના માધાપર નવાવાસમાં આવેલ રમણીકલાલ સામજીભાઈ ભુડીયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ગત બુધવારે રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં આવેલ તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. દરમિયાન રાત્રે અવાજ આવતા પડોસીઓ જાગી ગયા હતા અને મકાનને ઘેરી લઇ રાજસ્થાનના આરોપી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જયારે વધુ એક ઈશમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મકાનમાંથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ ઓજારો પણ મળી આવેલ હતા. પડોસીઓની સતર્કતાને કારણે ચોરીનો મોટો બનાવ બનતા અટકયો હતો. આ બનાવ અંગે માધાપર પોલીસની જાણ કરતા બન્ને શખ્સને પોલીસના હવાલે કરી દેવામાં આવેલ હતા. આ મામલે  કાંતિલાલ પરબતભાઈ વરસાણી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.