આદિપુરના એક રહેણાક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પરથી 49 હજારની રોકડ સાથે 9 મહિલા ઝડપાઈ
copy image

આદિપુરમાં એક રહેણાક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી પોલીસે 9 મહિલાઓને 49 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે આદિપુરના વોર્ડ-2-બીમાં મકાન નંબર 394માં એક મહિલા પોતાના કબ્જાના રહેણાક મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાડી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતી સંચાલક સહિત નવ મહિલાઓને પકડી પાડી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 49,470 હસ્તગત કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.