અંજારમાં અભ્યાસ કરનાર કિશોરીના નામે ખોટી આઇ.ડી. બનાવી તેને પરેશાન કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

અંજારમાં અભ્યાસ કરનાર કિશોરીના નામે ખોટી આઇ.ડી. બનાવી તેને પરેશાન કરનારા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજારની શાળામાં અભ્યાસ કરનાર કિશોરીની ખોટી આઈ.ડી. બનાવી તેમાં કિશોરીના ફોટા, વીડિયો અપલોડ કરી કોઈ શખ્સ તેને પરેશાન કરી રહ્યો હતો. અને આ કિશોરીના ફોટા, વીડિયો તેમાં અપલોડ કરાતાં હોવાથી કંટાળેલી કિશોરીએ પોતાના પરિવારજનોને વાત કરતાં ગત તા. 7/9/2023ના સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરાઈ હતી.આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં કિશોરીની ખોટી આઈ.ડી. બનાવનાર શખ્સ રાપરના ઘાણીથરનો હોવનું સામે આવ્યું હતું.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.