ભુજમાં કોઈ કારણોસર થયેલ ઝગડામાં સામસામા પક્ષે ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ વાલદાસનગરમાં કોઈ કારણોસર થયેલા ઝઘડામાં મારામારી થતાં ભુજ એ-ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વાલદાસનગરમાં રહેતા ભાવિની મેહુલ સંપટના ઘરે કોઈ જૂની અદાવતનું મનદુ:ખ રાખી કિરણબેન પીયૂષ રાજગોરએ છરીથી ભાવિનીબેન તથા તેમના પતિ પર હુમલો કરી દીધો હતો, ઉપરાંત સૂત્રોનું કહેવું છે કે, કિરણબેન જૂના ઝઘડા બાબતે ચર્ચા કરવા ગયેલ હતા અને તેમના પર પીયૂષ રાજગોરે છરીથી તથા ભાવિનીબેને પાઈપ વડે હુમલો કરી દીધો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.