ભચાઉ ખાતે આવેલ વોંધ પાસે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે થયેલ અકસ્માતમાં ચાર મહિલાઓ ઘાયલ
copy image

ભચાઉ ખાતે આવેલ વોંધ પાસેના સર્વિસ રોડ પર ટેન્કર ટ્રેક્ટરમાં અથડાતાં ટ્રોલી પલટી જવાના કારણે સવાર ચાર મહિલાઓને ઇજા પહોંચી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વોંધમાં રહેતા 50 વર્ષીય શારદાબેન અંબાવીભાઇ ઉર્ફે અંબાલાલ બેરાએ આ મામલે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ અનુસાર ગત તા.13/12 ના રોજ સવારના છ વાગ્યાના અરસામાં તેઓ સ્ત્રીઓ સાથે ખેતરે જવા વોંધ પુલિયા નીચે આવેલ હતા. ત્યાંથી ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસી ખેતરે જવા રવાના થયેલ હતા. ત્યારે સામખિયાળી બાજુથી પૂરપાટ આવી રહેલા ટેન્કર ચાલકે ટ્રેક્ટરમાં અથડાવતાં ટ્રોલી પલટી ગઇ હતી અને તેમને માથાના ભાગે, બન્ને હાથમાં કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બાકીની મહિલાઓને પણ ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા.આ મામલે ટેન્કરના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.