ગાંધીધામમાંથી ગાયબ થયેલ 10 વર્ષીય કિશોરની ચાર દિવસ બાદ પણ કોઈ ખબર નહીં

copy image

copy image

ગાંધીધામમાંથી ગાયબ થયેલ 10 વર્ષીય કિશોરની ચાર દિવસ બાદ પણ કોઈ ખબર મળી નથી. આ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામના વોર્ડ-9/ બી માં ગોપાલ ડેરી પાસે ઝૂંપડામાં રહેતો 10 વર્ષીય નૈતિક રામનારાયણ કશ્યપ ગત તા.11/12 ના રોજ બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાના સમયગાળામાં ગાયબ થઈ ગયેલ હતો. જેથી તેમના પરિવારે પોતાના વાલીપણામાંથી પુત્રનુ અજાણ્યા ઇસમોએ અપહરણ કરેલ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવેલ છે. આ બાળક અંગે કોઈ પણ જાણકારી મળે તો એ-ડિવિઝન પોલીસ મથકે જાણ કરવા અપીલ કરાઈ છે