કચ્છના કાળાડુંગર પર વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ સફાઈ અભિયાનમાં ૩ ટન પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરાયો

કચ્છના કાળાડુંગર પર વનવિભાગ દ્વારા ગત ગુરુવારે સફાઈ અભિયાન હાથ ધવરામાં આવેલ હતું જેમાં ૩ ટન પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરવામાં આવેલ હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત નાયબ વન સંરક્ષક કચ્છ પૂર્વ વનવિભાગની સુચના અને માર્ગદર્શન હેઠળ કચ્છ રણ અભયારણ્યના કાળા ડુંગર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત ૩ ટન પ્લાસ્ટિક- કચરો એકત્રિત કરવામાં આવેલ હતો. સ્થાનિક લોકોને અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ વિશે સમજણ આપવામાં આવેલ હતી.