લાખોનો વિદેશી દારૂ ભરેલ ટેન્કર ટ્રક સાથે એક શખ્સ ઝડપાયો
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, તારાપુર પાસેથી વિદેશી દારૂની 968 પેટી ભરેલી ટેન્કર ટ્રક સાથે ડ્રાયવરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ પાસેથી કુલ 69.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લેવાયો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આણંદ LCB પોલીસની ટીમને ખાનગી રાહે માહિતી મળેલ હતી કે, એક ટેન્કર ટ્રકમા મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરીને વાસદ-બગોદરા સ્ટેટ હાઈવે પરથી બગોદરા તરફ્ લઈ જવાનો છે. મળેલ બાતમીના આધારે પોલીસે તારાપુર મોટી કેનાલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ટેન્કર ટ્રક આવી પહોંચતા પોલીસે તેને અટકાવી ટેન્કર ખોલાવીને તપાસ કરવામાં આવતા તેમાથી વિદેશી દારૂની પેટીઓ નીકળી પડી હતી. જેની હેરાફેરી કરવા અંગે ડ્રાયવર પાસે લાયસન્સની માંગણી કરતા તે રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે ડ્રાઇવરની અટક કરી હતી. મળેલ માહિતી મુજબ આ ટેંકરમાથી વિદેશી દારૂની કિ.રૂ. 44,20,500ની કુલ 968 પેટી કબ્જે કરવામાં આવી હતી. ટેન્કર ટ્રક સહિત કુલ 69.21 લાખનો મુદ્દામાલ કબ્જે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.