થર્ટી ર્ફ્સ્ટની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે લાખોના દારૂની હેરફેરી ઝડપાઈ
copy image

બગોદરા હાઇવે પરથી રૂ.48.33 લાખના દારૂ સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બગોદરા હાઇવે પરથી લાખોના દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી અને ગેસ ટેન્કરની આડમાં પંજાબથી રાજકોટ લઇ જવાતા રૂ.48.33 લાખના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે 21084 દારૂની બોટલ સહિત કુલ રૂ. 73.53 લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડેલ હતા. ત્યાર બાદ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવતા મોટાભાગનો દારૂ પંજાબ હરિયાણાથી રાજકોટ તરફ્ લઇ જવાતો હોવાનું સામે આવ્યું હતું.