મુંબઇથી રાજકોટ જતી ટ્રેનમાંથી 14 લાખની ચાંદીની બેગ ગાયબ

copy image

copy image

મુંબઇ થી રાજકોટ તરફ જતી ટ્રેનમાં આંગડિયા પેઢીની 14 લાખની ચાંદીની ચોરીની ઘટના સામે આવી રહી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ટ્રેનમાં આંગડિયા પેઢીની 14 લાખની 21 કિલો ચાંદીની તસ્કરી કોઈ ચોર ઈશમ કરી પલાયન થઈ ગયેલ છે. મળેલ માહિતી મુજબ આ ટ્રેનમાં સૂર્યા આંગડિયા ફેડીના કર્મચારી રાજકોટ જઈ રહ્યા હતા. આ વચ્ચે વડોદરા પ્લેટફોર્મ 6 પરથી ટ્રેન પસાર થતી વેળાએ ચોર ઈશમો સીટ નીચે મુકેલ બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, આ મામલે કર્મચારીઓને વડોદરા પ્લેટફોર્મ 6 થી ટ્રેન ઉપડ્યા બાદ જાણ થઈ હતી.આ મામલે વડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.