સમગ્ર દેશને ચોકાવનાર સંસદ સ્મોક કાંડનો છઠ્ઠો આરોપી પોલીસના સકંજામાં

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, સંસદની સુરક્ષામાં ચૂક મામલે છઠ્ઠા આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર લોકસભામાં સ્મોક એટેક કાંડ બાદ કથિત રુપે માસ્ટર માઈન્ડ આ આરોપીના ઘરે છુપાયેલ હતો. રાજસ્થાનના નાગૌર જિલ્લાનો આરોપી શખ્સ 13મી ડિસેમબરે દિલ્હી આવેલ હતો. આ દિવસે પ્રેક્ષક ગેલેરી કૂદીને બે શખ્સો લોકસભા ગૃહમાં ઘૂસી ગયા હતા અને સ્મોક સ્પ્રે કર્યો હતો. ચોકાવનાર બનાવ બાદ આ કાંડનો માસ્ટર માઇન્ડ દિલ્હીથી નાસી છૂટયો હતો. સમગ્ર કાંડમાં કુલ 6 આરોપીની સંડોવણી હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતુ. પોલીસે આ સમગ્ર કાંડમાં સામેલ છઠ્ઠા આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, કલાકોની પૂછપરછ બાદ આરોપીની ધરપકડ કરાઈ છે. પકડાયેલ આરોપી આ કાંડના માસ્ટર માઇન્ડને મદદ કરેલ હતી. જેને ગત દિવસે પોલીસે ઝડપી પાડ્યો છે.