કચ્છમાં ખનિજચોરી બેફામ : ઝરપરાની નદીમાંથી ગેરકાયદે થતી રેતી ચોરીના મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

કચ્છમાં ખનિજચોરી બેફામ બની રહી છે ત્યારે મુંદ્રામાથી બેધડક થતી ખનિજચોરી અંગે આવેદનપત્ર આપવામાં આવેલ છે. મુંદ્રા ખાતે આવેલ ઝરપરાની નદીમાંથી ગેરકાયદે થતી રેતી ચોરીના મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 8/12ના ઝરપરા નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા ડમ્પર અને લોડરને ઝડપી પાડવામાં આવેલ હતા. આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.