12 વર્ષથી નાસતા ફરતા આરોપીને વાપીથી ઝડપી અને જેલના હવાલે કરાયો
copy image

12 વર્ષથી પોલીસથી નાસતા ફરતા આરોપીને વાપીથી ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વર્ષ 2011માં ગાંધીધામમાં બાઇકની તસ્કરી ઝડપાયેલા શખ્સને પાલારા જેલમાં લઈ જાવામાં આવતા સમયે નાસી છૂટેલ આરોપીને વાપીથી ઝડપી અને જેલના હવાલે કરી દેવાયો છે. પશ્ચિમ કચ્છના પેરોલ ર્ફ્લો સ્કવોડની ટીમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, 12 વર્ષથી નાસતો-ફરતો આરોપી હાલમાં વલસાડના વાપી, ડુંગરા મુકામે એલ એન્ડ ટી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ્પમાં કામ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએથી આરોપીને ઝડપી અને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ હતો.