ઐતિહાસિક ભુજના સ્થાપનાદિન ભુજ શહેરના ભુજીયા ડુંગર એથી આખા શહેરમાં દૂધની ધારા વાડી કરવામાં આવી હતી

ઐતિહાસિક કચ્છના પાટનગર ભુજ નો ૪૭૬ મો સ્થાપના દિન વહેલી સવારે ભુજીયા ડુંગર પાસે ધુધ ની ધારાવડી કરવા માં આવી હતી અને આનો પ્રારંભ સત્યમ્ સંસ્થા ની ટીમે આપ્યો હતો દરમિયાન સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ભુજનો ૪૭૬મો સ્થાપના દિવસ ઉજવાયો આ પ્રસંગે ખીલી પૂજન કરાયું તેમજ ભુજીયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવતી કેક કપાયું ઉપરાંત પાંચનાકા છઠ્ઠીબારી અને ચારેય રિલોકેશન સાઇટ માં આસોપાલવ તોરણો બંધાયા ઉપરાંત બાળકોને ભુજ દર્શન કરાવાયું તેમજ બાળકો માટે ભુજના દ્રશ્ય દોરવા ની સ્પર્ધા યોજાવા માં આવી જેમાં ઇનામો અને બાળકોને અલ્પાહાર ની વ્યવસ્થા ભુજના વેપારી અગ્રણી ભાનુભાઇ મનજી (નકવાણી)ઠક્કરની સ્મૃતિમાં ભુજ કો.ઓ.બેંકના ચેરમેન અને પૂર્વ નગરસેવક ધીરેનભાઈ ઠક્કર દ્વારા અપાયા. જેઓ હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેઓને ટિફિન તેમજ અન્ય પ્રવૃતિઓ કરવામાં આવ્યું ભુજ દર્શન માટે ભુજના પૂર્વ નગરપતિ સ્વ રસિકભાઇ ઠક્કરની યાદમાં ભૂજ દર્શન કરાવવા માં આવ્યું તેમજ બાળકો ને મીઠાઈ રામુ બેન પટેલ દ્વારા અપાઇ હતી તેમજ ભુજની સત્યમ સંસ્થાના ઉપક્રમે છેલ્લા કેટલાય વર્ષોથી ભુજ નો સ્થાપના દિવસ ઉજવાય છે તે રીતે આ કાર્ય ક્રમ માં સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઇ અંતાણી એ જણાવ્યું હતું ભુજ શહેરના બાળકો માટે ભુજના ઐતિહાસિક દ્રશ્ય દોરવા ની સ્પર્ધા યોજાઈ આ ઉપરાંત પાંચ નાકા અને છઠ્ઠીબારી ચારે રિલોકેશન સાઇટ ને દૂધની ધારવડી કરવામાં આવી, ભુજ નો ઐતિહાસિક ૪૭૬ મો સ્થાપના દિને વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ભુજના ૪૭૬ સ્થાપના દિને કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવી હતી.આ કેક ની વ્યવસ્થા ભુજની ની મેઇન રોડ પર આવેલી પેરિસ બેકરી ના સહયોગથી કરવામાં આવી હતી.ભુજ ના જન્મ દિવસ ના ગણા વર્ષો થી પેરિસ બેકરી કેક ની વ્યવસ્થા કરી આપે છે દરમિયાન ઐતિહાસિક ભુજના સ્થાપનાદિન ભુજ શહેરના ભુજીયા ડુંગર એથી આખા શહેરમાં દૂધની ધારા વાડી કરવામાં આવી હતી વહેલી સવારે ઢોલ અને શરણાઇના નાદ સાથે દરબાગઢ માં સંસ્થાના કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં ખીલી પૂજન માં જોડાઈ અને દર્શન કર્યા હતા તેમજ ભુજ શહેરના સ્થાપના દિન પ્રસંગે આજે માઈક સિસ્ટમ સાથે હેપી બર્થ ડે ભુજ ના ગીત સાથે આખા ભુજમાં વાહન ફર્યું હતું આ વાહન ની વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ નગરસેવક અને ભુજ કો ઓ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરી આપવા માં આવી હતી દરમિયાન ભુજમાં છેલ્લા કેટલાય સમયથી સત્યમ સંસ્થા દ્વારા શહેર માં આવેલ દરેક પ્રતિમાઓને હારારોપણ કરાયું હતું તેમજ આ તકે સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઇ અંતાણી, મનજી ભાઇ ગમોટ, નર્મદા બેન ગામોટ, રામુ બેન પટેલ શિવાંગ અંતાણી,નરેન્દ્ર ભાઈ સ્વાદીયા,નયનભાઈ શુક્લ,કાર્તિક ભાઈ અંતાણી,વગેરે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભૂજ ના ઐતિહાસિક ચિત્રો દોરવા માં વિજેતા ભૂજ ની દરબારગઢ કન્યાશાળા ના બાળકો વિજેતા બન્યા હતા તેમજ આ ચિત્ર ના નિર્ણાયક તરીકે ભૂમિ બેન અંતાણી, અને સ્વાતિબેન ડુડીયા એ સહયોગ આપ્યો હતો તેમજ દરબારગઢ કન્યાશાળા
ના રક્ષા બેન કપિલ માણેક એ સંચાલન કર્યું હતું,તેમજ પ્રાગમહેલ માં આવેલી પ્રાગ મહેલત્રીજા ની પ્રતિમા ને વંદના કરવામાં આવી હતી તેમજ જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકર ભાઈ સચદે એ કાર્યક્ર્મ ને શુભેચ્છા પાઠવી હતી