અંજારમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને 24 હજારની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા
copy image

અંજારમાં જાહેરમાં રૂપિયાની હાર જીતનો ખેલ રમતા ત્રણ શખ્સોને પોલીસે રોકડ રૂ. 24 હજાર સાથે પકડી પાડ્યા હતા. આ મામલે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ સવાસર નાકા પાસે જાહેરમાં ધાણીપાસા જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે પકડી રોકડ રૂા. 24,360 હસ્તગત કર્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર શહેરના સવાસર નાકા પાસે રિક્ષા સ્ટેન્ડ પાછળ આવેલ ઓટલા ઉપર અમુક શખ્સ ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા, તે દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પકડાયેલ ખેલીઓ પાસેથી 24,360 કબ્જે કરવામાં આવેલ હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.