ભુજમાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરી રૂ.19 હજાર લૂંટી લેવાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ચોરી અને લૂંટ ફાટના કિસ્સાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહી છે ત્યારે વધુ એક લૂંટનો કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ભુજના રેલવે મથક પાસે યુવાન પર ચાર શખ્સોએ હુમલો લૂંટ મચાવી હતી. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી સહારા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. ગત દિવસે સવારના અરસામાં તે ઓફિસેથી નીકળી રેલવે સ્ટેશન નજીક ટેન્ટ સિટી તંબુ નજીક ગયેલ હતો. ફરિયાદી ત્યાં કંપનીના કાર્ડ મુસાફરોને આપી રહ્યો હતો તે દરમ્યાન ત્યાં અમુક શખ્સો આવ્યા હતા. અહીંયા ટ્રાવેલ્સના કાર્ડ આપવા નહીં તેમ કહી બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી. ત્યાર બાદ ઉશ્કેરાઈ ગયેલ આ શખ્સોએ ફરિયાદીને માર માર્યો હતો અને નજીકથી લોખંડનો પાઇપ ઉપાડી તેના વડે આ યુવાન પર હુમલો કરી દીધો હતો અને યુવાનના ખિસ્સામાંથી રૂા. 19,340ની લૂંટ આચરી અને નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.