રાપરના લોદ્રાણીમાં પતિએ પોતાની જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દેવાના પ્રકરણમાં પતિને નિર્દોષ જાહેર કરાયો
copy image

રાપર ખાતે આવેલ લોદ્રાણીમાં પતિએ પોતાની જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દેવાના ચકચારી પ્રકરણમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ જાહેર કરી દીધો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર લોદ્રાણી ગામના આરોપી શખ્સે પોતાની જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાની ફરિયાદ બાલાસર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ હતી આ કેસમાં ફરિયાદ પક્ષે રજૂ કરવામાં આવેલ પુરાવાના આધારે પોતાનો કેસ આરોપી વિરુદ્ધ શંકારહિત સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલ હોવાથી, આરોપીને તહોમતમાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ જાહેર કરાયો હતો..