રવાપર- માતાના મઢ માર્ગ પર કારની અડફેટે અબડાસાના 60 વર્ષીય વૃદ્ધનું મોત

copy image

ગત દિવસે સાંજના અરસામાં રવાપર- માતાના મઢ માર્ગ પર જીએમડીસીની ખાણના ગેટ નજીક  અબડાસાના 60 વર્ષીય વૃદ્ધ માર્ગ ઓળંગી રહ્યા હતા તે દરમ્યાન અર્ટિકા કારે તેમને અડફેટમાં તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ ફરિયાદ અનુસાર   ગત દિવસે સાંજના અરસામાં ફરિયાદી તથા તેના મામા 60 વર્ષીય રમજાન ભુકેરા બાઈક લઈ ફુલરા તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન જીએમડીસીની ખાણ પાસે બાઈક ઊભી રાખી અને રમજાનભાઈ માર્ગ ઓળંગી રહ્યા હતા. તે સમયે સફેદ રંગની અર્ટિકાકારના ચાલકે પૂર ઝડપે બેદરકારીથી કાર ચલાવી રમજાનભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રમજાનભાઈને ગંભીર ઇજાઓ પહોચતા તેમને એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ નખત્રાણા અને બાદમાં વધુ સરવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે કારના ચાલક વિરુદ્ધ દયાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.