સુરેન્દ્રનગરથી ટ્રકમાં ભુંસાની આડમાં લઈ જવાતો 19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર
copy image

સુરેન્દ્રનગર એલસીબીની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પાટડીથી ફુલકી જતા રસ્તાની સાઈડમાં એક ટ્રક ફસાઈ ગયેલ છે જેમાં ભુંસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વળી જગ્યાએ જઈ તપાસ હાથ ધરતા ટ્રકમાંથી દારૂ અને બીયર નીકળી પડ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન ટ્રકનો ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે દારૂની 3576 બોટલ કિંમત રૂ. 14,30,400 અને બિયરના 4752 ટીન કિંમત રૂ. 4,75,200 ઉપરાંત 156 ભુંસાની થેલીઓ કિંમત રૂ. 15,600, રૂ. 10 લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂ.29,21,200નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ફરાર થઈ ગયેલ ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધૂ તપાસ હાથ ધરી છે.