ભુજ પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા બિન હથિયારી લોક રક્ષકની બેઝીક તાલીમ પુર્ણ થતા 215 જેટલા લોક રક્ષકોની દિક્ષાંત પરેડ યોજાઈ

આજે ભુજ ખાતે પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા બિન હથિયારી લોક રક્ષકની બેઝીક તાલીમ પુર્ણ થતા કુલ – 215 જેટલા લોક રક્ષકોની દિક્ષાંત પરેડ યોજવામાં આવી હતી ને પશ્ચિમ કચ્છના 141 અને પૂર્વ કચ્છના 74 જેટલા બિનહથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓએ સપથ ગ્રહણ કર્યા હતા.
કચ્છના 215 જેટલા લોક રક્ષકોની દિક્ષાંત પરેડ યોજવામાં આવી
પોલીસ હેડ ક્વાર્ટર ભુજ ખાતે આજે બિનહથિયારી લોકરક્ષકના પાસીંગ આઉટ પરેડ સમારોહમાં આઈ.જી.પી જે.આર.મોથાલીયા, પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક, ભુજના અધિકારીઓ, એ.ડી.આઈ.ઓ, ઓફીસ સ્ટાફ, ભુજ અને અબડાસા વિધાનસભાના ધરસભ્યો તેમજ તાલીમાર્થીઓ અને તેના પરિવારજનો ઉપસ્થિત થયા હતા.
8 માસની તાલીમ દરમિયાન અનેક પ્રવુતિઓ મારફતે તાલીમ
આ દિક્ષાંત પરેડ સમારોહમાં કુલ-215 જેટલા બિનહથિયારી લોકરક્ષક તાલીમાર્થી સપથ ગ્રહણ કરી હતી. તેમની તાલીમ 12મી માર્ચના રોજથી શરૂ થયેલ હતી અને 8 માસની સખત તાલીમ લઇ પશ્ચિમ-કચ્છ, તથા પૂર્વ-કચ્છ ખાતેના નિમણૂંકના જિલ્લામાં પરત જઈ ડ્યુટી જોઈન કરવા જઈ રહ્યા છે. તાલીમાર્થીઓને આ આઠ માસ દરમિયાનની તાલીમમાં અગલ-અલગ વિષયો જેવા કે, પરેડ, આધુનિક હથિયાર તાલીમ, નિષ્ણાંતો દ્રારા એફ.એસ.એલ.ની તાલીમ, કાયદાની તાલીમ, અંબુશ, ચેકપોસ્ટ, વી.આઇ.પી સુરક્ષા તથા ફર્સ્ટ એઇડ વગેરે વિષયોની તાલીમ આપવામાં આવી છે.
તાલીમ દરમિયાન વ્યક્તિગત વિકાસ માટે અપાઈ તાલીમ
આ ઉપરાંત તાલીમાર્થીઓના આત્મ વિશ્વાસમાં વધારો થાય તેમજ વ્યક્તિગત વિકાસ થાય તે માટે અલગ-અલગ રમતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેવા કે લેઝીમ, તલવાર બાજી, મલખમ, ક્રિકેટ, વોલીબોલ, ગણપતિ તેમજ નવરાત્રી ઉત્સવ.
ઉપરોક્ત સમગ્ર કામગીરી તાલીમ સેન્ટર ખાતે હાજર અધિકારી તેમજ એ.ડી.આઇઓ તથા તાલીમાર્થીઓ સાથે મળી ખુબ જ અથાગ પ્રયત્ન કરી તાલીમાર્થીઓને તાલીમ આપી હતી.
શિસ્તબધ્ધ ખાતામાં ભરતી થઈને કામગીરી કરવાની તક
આઠ માસની તાલીમ દરમિયાનની સમગ્ર કામગીરી બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથાલીયાના માર્ગદર્શન અને દ્વારા કરવામાં આવી હતું. તાલીમાર્થીઓને પોલીસ જેવા શિસ્તબધ્ધ ખાતામાં ભરતી થઈને કામગીરી કરવાની તક મળી છે. આઇજીએ જણાવ્યું હતું કે પોલીસની જવાબદારી ઘણી જ મોટી હોય છે. પ્રાથમિક પણે હિંમતપૂર્વક સમાજની સેવા કરવાનો અવસર તમામ તાલીમાર્થીઓને મળ્યો છે.જેથી એવી આશા છે કે દરેકને આ 215 તાલીમાર્થીઓ પોતાની ફરજ દરમિયાન મદદરૂપ થશે અને જાહેર જનતાનો વિશ્વાસ સંપન્ન કરશે.વર્તમાન સમયમાં કાયદો અને વ્યવસ્થા ખુબજ પેચીદો પ્રશ્ન છે અને રોજ નવા નવા પ્રશ્નો ઊભા થાય છે જેનો ખુબજ હિંમતપૂર્વક સામનો કરી અને સેવનો ઉચ્ચત્તમ લાભ સમાજને મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
પોતાના ખભા પર 2 સ્ટાર જોવાની ઈચ્છા
મોટા લાયજાના રહેવાસી એવા પીન્ટુ ગઢવીએ પણ આ તાલીમ પૂર્ણ કરીને બિન હથિયારધારી લોક રક્ષક તરીકે ફરજ નિભાવશે ત્યારે તેને પોતાના જીવન અંગે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેના આ સંઘર્ષ ભર્યા સફરમાં તેની માતા અને નાનીનો ફાળો ખૂબ જ મહત્વ રહ્યો છે અને તેમનો સાથ સહકાર તેને મળ્યો છે.નાનપણ થી જ તેને મામા સરકારી ઓફિસર હતા જે એક આર્મીમાં ફરજ બજાવતા હતા અને નિવૃત થયા બાદ તલાટી બન્યા હતા તેમને જોઈને તેને પણ સરકારી નોકરી મહેનત શરૂ કરી હતી અને અનેક સંઘર્ષો બાદ આજે તે લોક રક્ષક તરીકે નિમણુંક પામ્યો છે અને આગામી સમયમાં વધુ મહેનત કરીને પોતાના ખભા પર તે બે સ્ટાર જોવા ઈચ્છે છે.