પોલીસ સ્ટેશનોમાંથી પ્રોહીબિશનના અલગ અલગ ગુન્હાઓમાં કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરતી પૂર્વ-કચ્છ, ગાંધીધામ જીલ્લા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, સાગર બાગમાર સાહેબ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓએ જીલ્લામાં પ્રોહીબિશનના ગુન્હાઓમાં કબ્જે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલનો કોર્ટની પરવાનગી મેળવી નાશ કરવા સુચના કરેલ હોય જેથી તેઓશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ મુકેશ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, અંજાર વિભાગ, અંજાર દ્વારા અંજાર, ગાંધીધામ એ ડિવિ., ગાંધીધામ બી ડિવિ., આદીપુર તથા દુધઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ પ્રોહીબિશનના ગુન્હાઓમાં કબ્જે કરવામાં આવેલ નીચે મુજબની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો આજરોજ પ્રાંત અધિકારીશ્રી, અંજાર તથા નશાબંધી અને આબકારી અધિકારીશ્રી તેમજ અંજાર વિભાગના અલગ અલગ પો.સ્ટે.ના અધિકારીશ્રી તેમજ કર્મચારીઓની હાજરીમાં નાશ કરવામાં આવેલ.
