શિકાર કરવા જઇ રહેલ ટોળકીને શિકાર કરવાના હથીયાર સાથે બીજી વખત પકડી પાડતી નિરોણા પોલીસ

નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તાર ને અડીને અભ્યારણ વિસ્તાર આવેલ હોય જેમા શિકારીઓ દ્વારા શિકાર કરવાની પ્રવૃતિ ડામવા અને શિકાર કરતી ટોળકીને શોધવા માટે મેશ્રી જે.આર.મોથાલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ તથા મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓની સુચનાઓ દ્વારા તેમજ ભરાડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ તથા એ.જે ચૌહાણ સાહેબ સર્કલ પો.ઈન્સશ્રી નખત્રાણા સર્કલનાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.સબ.ઇન્સ એચ.સી. પરમાર નિરોણા પો.સ્ટે.ના સ્ટાફના માણસો નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર ગામની આગળ વાહન ચેકિગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. સ્વરાજ કનૈયા ગઢવીની ખાનગી રાહે બાતમી હકિકત આધારે નિરોણા ઉતરે કજરવિશન રણ વિસ્તારમાં વન્ય જીવને છરી, કોવૈતા,ટોટા વિગેરે હથીયાર વડે શિકાર કરવા જતા હોવાની બાતમી હકીકત આધારે શિકાર કરતી ટોળકીને પકડી પાડી તેમજ શિકાર કરવા લાવેલ હથીયારો તેમજ વાહન કબ્જે કરી વન્ય સ્વરક્ષણ અધિનીયમ અન્વયે કાર્યવાહી કરવા નિરોણા રાઉન્ડ રેન્જ ફોરેસ્ટરને સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મુદામાલ
(૧) ધારદાર મોટી છરી નં-૨ (૨) કોવતો નંગ-૧ (૩) ધારીયુ નં-૧ (૪) લોખડનીજારી મોટી નંગ-૧ (૫) ટોટા (દારૂગોળો) ની પોરલી નંગ-૧૩ (૬) બેટરી નંગ-૧ (૭) પાણીની પાચં લીટર પાણી ભરેલ કેન-૧, ८६.२००/- (७) अल्टो कार २ नंबर भोता GJ-12 FC 9301
પકડાયેલ ઇસમ
(૧) સલુભાઇ ભુરાભાઇ કોલી ઉ.વ.૩૦ રહે સતાપર તા.અંજાર
(૨) લગધીર ભુરાભાઇ કોલી ઉ.વ.૩૦ રહે શમળકા તા-અંજાર
(3) રાણાભાઇ હભુભાઇ કોલી ઉ.વ-૪૫ રહે ખોખરા તા-અંજાર
(૪) સવજીભાઇ હાસમભાઈ કોલી ઉ.વ-૩૦ રહે.જરૂ તા.અંજાર
ઉપરોકત કામગીરીમાં નિરોણા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ એચ.સી.પરમાર તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ.હિતેશભાઇ કાનાણી તથા પો.કોન્સ. સ્વરાજ કનૈયા ગઢવી તથા સ્ટાફના માણસો જોડાયેલ હતા.