અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી નજીક બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી જીનસ કંપનીના સામેના ભાગે  ધોરીમાર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના સાળાના ભુજ ખાતે લગ્નપ્રસંગે જવા માટે મિત્ર નીલેશ મરંડની કાર લીધી હતી. ગત તા. 3-12ના પોતાના પરિવારને ભુજ મૂકી આ ફરિયાદી અને નીલેશ મરંડ કારથી પરત આવી રહ્યા હતા. તે દરમ્યાન જીનસ કંપની સામે પાછળથી આવતી બલેનો કારના ચાલકે જમણી બાજુથી ઓવરટેક કરતાં આગળ જઇ રહેલી કારમાં ડ્રાઇવર સાઇડ ભટકાવતા આ કાર ડિવાઇડરમાં અથડાઇ અને પલટી ગઇ હતી.  જેમાં ગંભીર ઇજાઓનાં પગલે નીલેશનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.