ગાંધીધામમાં દંપરના ચાલકે એક્ટિવાને અડફેટમાં લેતા એક મહિલાનું મોત
copy image

ગાંધીધામ ખાતે આવેલ કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં મુખ્ય ગેટ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં, એક મહિલાનું મોત નીપજયું હતું. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત તા. 16-12ના સાંજના અરસામાં બન્યો હતો. આ મહિલા કાસેઝની ફલેક્ષ કંપનીમાં કવોલિટી ચેકિંગનું કામ કરતા હતા. બનાવના દિવસે આ મહિલાને કંપનીમાં રજા મળતાં તેઓ પોતાની એકિટવા પર પોતે અન્ય મહિલા સાથે ઘરે આવવા માટે નીકળ્યા હતા. તેઓ ગેટ નજીક પહોંચ્યા તે દરમ્યાન પાછળથી આવતા ડમ્પરએ તેમને હડફેટમાં લેતાં બંને મહિલા નીચે પટકાઇ હતી. દરમ્યાન આ તોતિંગ વાહનના પૈડા મૃતક મહિલા પર ફરી વળતાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ડમ્પરચાલક વિરુદ્ધ મહિલાના પતી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.