કનૈયાબે પાસે એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત : 6 દિવસના બાળક સહિત ત્રણ ઘાયલ

copy image

ભુજ ખાતે આવેલ કનૈયાબે પાસે એમ્બ્યુલન્સને અકસ્માત નડતાં છ દિવસના બાળક સહિત ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર છ દિવસીય બાળકની સારવાર અર્થે અમદાવાદ જઈ રહેલી એમ્બ્યુલન્સ કનૈયાબે નજીક પહોંચતા બંધ પડેલા આઈસર વાહન સાથે અથડાઈ હતી, છ દિવસના બાળક તથા અન્ય બે જણ ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ભુજ લઈ જવામાં આવેલ હતા.