ભુજ ખાતે આદ્યકવિ નરસિંહ મહેતાની ૫૬૮ની હારમાળા જયંતિ ઉજવાઈ

ભુજ. આદ્યકવિ નરસિંહ મહેતાની ૫૬૮ ની હારમાળા જયંતિ ભુજ ખાતે આજે ભુજ નગરપાલિકા અને સત્યમ્ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ તેમજ નરસિંહ મહેતા નગરના ઉપક્રમે ઉજ્વવમાં આવી હતી.દરમિયાન આ તકે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા નરસિંહ મહેતા નગર ના અંબિકા ચોક ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના કરી હતી,
દરમિયાન નરસિંહ મહેતાની ૫૬૮ ની હારમાળા જયંતિ પ્રસંગે ઝુપડપટ્ટી વિસ્તારોમાં રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું, આ તકે જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી હતી, તેમજ આજના દિને નરસિંહ મહેતાના પ્રતિમા પાસે નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી તેમજ નગરપાલિકાના કાઉન્સિલર મનુભા જાડેજા, સત્યમ્ સંસ્થા અધ્યક્ષ દર્શક અંતાણી, નરસીંહ મહેતા નગર ના અગ્રણી મુકેશ ભાઈ ચોહાણ, ભરત ભાઈ સોની,જટુભાઈ ડુડીયા,શિવાંગ અંતાણી, નરેન્દ્ર ભાઈ સ્વાદીયા,અવિનાશ ભાઈ વૈદ,વિભાકર અંતાણી, નર્સૃદીન ખોજા, નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલ ભાઈ મહેતા, તેમજ મહિલા ઓ માં પૂર્વ કાઉન્સિલર પુનિતાબેન ચૌહાણ,સ્મિતાબેન અંતાણી, તેમજ જ્યોતિબેન ભટ્ટ, પૂજાબેન પિત્રોડા,દક્ષાબેન ડુડીયા,ગીતા બેન જોષી નર્મદા બેન ઠક્કરવગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નરસિંહ મહેતા ના માર્ગ પર ચાલવા અનુરોધ કર્યો હતો.

દરમિયાન નરસિંહ મહેતા ની ૫૬૮ ની હારમાળા જયંતિ નિમિત્તે તેમજ વાયબલ.હોસ્પિટલ ના ડૉ. મિલિંદ.જોશી તેમજ નાયબ એન્જીન્યરીય ડોડીયા સાહેબ દ્વારા અને નયનભાઈ શુક્લાના પ્રયાસોથી રાશન કીટ મળતા એ પણ વિતરણ કરાયું હતું તેમજ હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેવો ને ટિફિન અમદાવાદના નીના બને ઋષિકેશ પટણી, તેમજ બાળકો ને અલ્પાહાર ની વ્યવસ્થા રામુ બને પટેલ દ્વારા કરિદેવા માં આવ્યું હતું જ્યારે જીવદયા પ્રવુતિ માટે અમદાવાદના દર્શન ભાઈ વૈષ્ણવ દ્વાર કરવા માં આવી હતી,અત્રે ઉલ્લેખનીય છે કે આદ્ય કવિ નરસિંહ મહેતા ની આજે ૫૬૮ મી હારમાળા જયંતિ હતી અત્રે ઉલ્લેખનીય છેકે ૨૦૦૧ ના ભૂકંપ બાદ નિર્માણ પામેલી રીલોકેશન સાઇટ માં નિર્માણ પામેલું નરસિંહ મહેતા નગરમાં ૨૦૦૨ માં નરસિંહ મહેતા નગર નું નામકરણ થયા બાદ ૨૦૦૬ ની સાલમાં નરસિંહ મહેતા નગરના અંબિકા ચોકમાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી હતી તે સમયમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કુંદનલાલભાઈ ધોળકિયા અને ભુજ નગરપાલિકાના પ્રમુખ તે સમયના બાપાલાલભાઈ જાડેજા ના સાનિધ્યમાં પ્રતિમા મુકાઈ હતી તેમજ નરસિંહ મહેતાની પ્રતિમા ૨૦૦૬ માં રોજ ઇન્દુમતીબેન જાદવરાયભાઈ ધોળકિયા ની સ્મૃતિમાં રત્નાકર ભાઈ ધોળકિયા તરફથી બનાવી આપવામાં આવી હતી જ્યારે તે સમયમાં છત્ર જટુભાઈ ડુડીયા તરફથી કરી દેવામાં આવ્યું હતું તેમજ નરસિંહ મહેતા ની પ્રતિમાને હાલે ૨૦૨૩ માં નવા રૂપરંગ સાથે અને ફરતે ગ્રીલ સાથે ફરી પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું ડો કવિતા મીરાં સચદે ની સ્મૃતિ ભુજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ અને ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદે દ્વારા પુનઃ નિર્માણ કરીદેવામાં આવ્યું હતું, ત્યારે જ્યારે આજે ૫૬૮ મી હારમાળા જયંતિ ભુજ નગરપાલીકાની સાથે સત્યમ્ સંસ્થા જોડાઈ હતી અને વિવિધ આગેવાનોની હાજરીમાં વંદના કરાઇ હતી દરમિયાન ભક્ત કવિ નરસિંહ મહેતાની હારમાળા જયંતિ માગશર સુદ સાતમ ના ગુજરાત શહીત અન્ય જગ્યાએ ઉજવાય છે નરસિંહ મહેતાની હારમાળા જયંતિ ૫૬૮ વર્ષ પહેલા જ્યારે નરસિંહ મહેતા નો ભક્તિ કાળ ચાલતો હતો તે દરમિયાન તેની કસોટી કરાઇ હતી અને કેટલાક કહ્યું જો તમારી સાચી ભક્તિ હોય તો ભગવાન ને કહો કે તેના ગળાનો હાર તમને પહેરાવે અને પડકાર નરસિંહ મહેતા એ જીલ્યો અને કૃષ્ણ ભગવાન પહેરેલો હાર ઉડતો ઉડતો નરસિંહ મહેતા ના ગળામાં આવી ગયો તે દિવસને હારમાળા જયંતિ તરિકે ઉજવવામાં આવે છે એટલે કે આજે માગશર સુદ સાતમના દિને ઉજવાય છે, તેમજ શંકર ભાઈ સચદે એ શાબ્દિક શ્રધાંજલિ અર્પણ કરી હતી તેમજ આ સેવા કાર્ય માટે વાહન વ્યવસ્થા ભુજ કો ઓ બેંક ના ચેરમેન ધીરેન ભાઈ ઠક્કર એ સહયોગ આપ્યો હતો,