એલસીબીના સ્ટાફ પર બુટલેગરોએ કાર ચઢાવી દીધી
અરવલ્લી જીલ્લાના ભિલોડાના કાળી ડુંગરી પાસે અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે બેરિકેડ ઉભા કરી નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા એલસીબીના કોન્સ્ટેબલે વિદેશી દારૂ ભરી પસાર થતી ઇનોવાકારને ઊભી રાખતા બુટલેગરે કોન્સ્ટેબલ અને અન્ય રાહદારીઓ પર કાર ચઢાવી દઈ કારથી કચડી નાખવાના હિચકારા પ્રયાસ થતા ભારે ચકચાર મચી હતી. ઇનોવાકાર રસ્તા પરથી પસાર થતા પીક અપ ડાલા સાથે રોખી દેતા ઇનોવા રસ્તા સાઈડ ઉતારી જતા ઇનોવાનો ચાલક ભાગી ગયો હતો. ભિલોડા પોલીસે બનાવસ્થળે પહોંચી ભાગી ગયેલ બુટલેગરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.