ડોગડીમાં રૂ.32 લાખના વિદેશી ચલણ સાથે એક શખ્સ ઝડપાયો
ડોગડી વિસ્તારમાં રૂ.32 લાખના વિદેશી ચલણ સાથે 27 વર્ષના યુવકને પકડી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા યુવકની કસ્ટમ્સ વિભાગ દ્રાર પુછપરછ કરવામાં આવશે,એવું એસીપી અવિનાથ ધર્માધિકારએ જણાવ્યુ હતું. ડોંગડી પોલીસે અટક કરેલા યુવકની ઓળખ જાફર અબ્બાસ તરીકે થઈ હોઈ કોર્ટે તેને અદાલતી કસ્ટડી ફટકારી હતી. ડોંગડી વિસ્તારમાં કેટલાક યુવક વિદેશી ચલણ લઈ આવવાના છે, એવિ વિગતો ડોંગડી પોલીસને મળી હતી. આ વિગતોને આધારે એસીપી ધર્માધિકારીની માહિતી હેઠળ પોલીસ સ્ટાફે ઇમારત પાસે છટકું ગોઠવી જાફર અબ્બાસને તાબામાં લીધો હતો. જાફરની તપાસ લેવામાં આવતા તેની પાસેથી રૂ.32 લાખનું વિદેશી ચલણ મળી આવ્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી કેટલીક રોકડ પણ મૈ આવી હતી. પોલીસની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે જાફર કેરળનો વતની છે.અને વિદેશી જનારા પ્રવાસીઓને તે વિદેશી ચલણ પૂરું પાડતો હતો. પોલીસે ત્યારબાદ આ બાબતની જાણ કસ્ટમ્સ વિભાગને કરી હતી.