ઉના નજીક ચેક પોસ્ટમાં 54 બોટલ શરાબ સાથે 2 ઇસમો ઝડપાયા
ઉના પોલીસે ગરાળ ગામેથી ત્યાં અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીકથી 54 બોટલ વિદેશી શરાબ સાથે બેને ઝડપી પાડતા હતા. ગરાળ ગામે પોલીસ જમાદાર એમ.આઈ.શેખએ ભણજીભાઇ દેવસીભાઇ ડાભી રે. ગરાળ વાળના કબ્જામાંથી પરપ્રાંતની અંગેજી શરાબની 40 બોટલ રૂ.2,000 ની કિંમત સાથે ઝડપી પાડેલ છે. એહમદપુર માંડવી ચેક પોસ્ટ ઉપર પોલીસે હેડ કોન્સ્ટેબલ એ.આર.મકવાણા એ દિવ તરફથી આવતો આશીફ મહમદ રહે.વેરાવળ વાળાને ઉભો રાખી તલાશી કરતાં પરપ્રાંતની અંગેજી શરાબની બોટલ નંગ 17 થેલીમાં છુપાવી લઈ જતો હોય રૂ. 3,300ના મુદામાલ સાથે ઝડપી પાડેલ હતો. બંને ઉના લાવી અટક કરી ગુનો નોંધણી કર્યો હતો.